હજીરા ખાતે આવેલ એસ્સાર પોર્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણીમાં પરીવર્તન ટ્રસ્ટ દ્વારા રજૂઆત 12-7-2012
- હજીરા ગામ અને તાપી નદીના પટમાં પુરાણ કરવાથી નદીનું મુખ સાંકડું થઈ જાય છે. 2006 માં આવેલ પૂર તપાસ પંચની ભલામણો થી વિરુધ્ધ આ પોર્ટનું નિર્માણ થવા જઇ રહ્યું છે.
- હજીરા ખાતે એસ્સાર દ્વારા નદીના મુખમાં પુરાણ કરી 10 કિમી જેટલો વિસ્તાર નવો બનાવી કાઢવો ગેર કાયદેસર છે.
- ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ વિસ્તારની પરિસ્થિતી નો અભ્યાસ કર્યા વગર મંજૂરી અપાયેલ છે.
- માછીમારોને કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર તેમને 200 હેક્ટર વિસ્તારમાંથી કાઢી મૂકવાની બાબત ની ચર્ચા કરવામાં આવે અને વળતર અપાય.
- મેંગરોવના જંગલનો નાશ અટકાવવા રજૂઆત
- દરિયાઈ પ્રદૂષણ અટકાવવા રજૂઆત
- જહાજોના પરિવહન થી કાંઠા વિસ્તારમાં માછીમારીને નુકસાન
- ડુમસ ભીમપોર અને મગદલ્લા વિસ્તારનું દરિયાકાંઠાનું ધોવાણ થશે અને લોકોના ઘરો તેમજ દરિયાઈપટ્ટીમાં પોર્ટ બનવાથી પાણી ભરાઈ જશે. એ બાબતે આ પોર્ટના રિપોર્ટમાં અભ્યાસનો અભાવ હોવાની રજૂઆત
- એસ્સાર પોર્ટ ના બનવાથી કાંઠાના વિસ્તારમાં ખારાશ વધશે. પાણી ફરી વળશે.
- પૂર જેવી પરિસ્થિતીમાં તાપી નદીનું પાણી દરિયામાં જતું અટકી જશે અને ભરતીના સમયે સુરત શહેર પર પૂરનું જોખમ વધી જશે. આ રજૂઆત બાબતે કાર્યવાહીની માંગ.
લોકો એ પોતાના મુદ્દાઓ રજૂ કરતાં સ્થાનિક નેતાઓ (કોન્ટ્રાકટરો)કંપનીની તરફેણમાં આવ્યા
જાહેર જનતાનો વિરોધ પરંતુ સ્થાનિક કંપનીના હિતેચ્છુ અને કોન્ટ્રાકટરોની કંપની તરફેણમાં રજૂઆત
કંપનીની તરફદારી કરી કલેક્ટર શ્રી દ્વારા આડકતરી ચેતવણીઓ
પોલીસના બળ થી લોકોને રજૂઆત કરતાં અટકાવી અને દબાવી દેવાનો પ્રયાસ
એક બેકાર માછીમાર દ્વારા પોર્ટ નો વિરોધ રજૂ કરાયો
ડુમસનો ધોવાઇ ગયેલો કાંઠો સ્મશાનની કબર નદીના પાણીમાં ધોવાઇ ગઈ
નદીનો પ્રવાહ ફંટાઇ જવાથી સુરત શહેરનો કાંઠો ધોવાઇ જશે. પાળા પણ ધોવાઇ જશે.
ધોવાણમાં જતું ડુમસનું સ્મશાન
સુરતના કાંઠા વિસ્તારમાં મોટા ઉધોગો દ્વારા ડ્રેજિંગ અને રેક્લેમેશન કરવામાં આવતા નજીકના ગામોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયેલ છે. મોટા પ્રમાણમાં રેતી કાઢી લેવાતા દરિયાઈ પટ્ટી અસ્થિર બનેલ છે.




















