2006 ના સુરતના પૂર પછી ગુજરાત રાજ્ય સરકારે તાપી પૂર તપાસ પંચ નિમ્યું હતું જે તપાસ પંચની ભલામણોમાં તાપી નદીનું મુખ સાંકડું થયા હોવાની વાત રેકર્ડ થઈ હતી. આ તપાસ પંચના રિપોર્ટને આધારે તાપી નદીના મુખમાં પાણીના કુદરતી પ્રવાહને કોઈપણ જાતના અવરોધ ભવિષ્યમાં અટકાવવા માટે જણાવાયેલ છે. તેમ છતાં જીએમબીએ દ્વારા કોઈ પણ જાતના અભ્યાસ વગર પોર્ટ નિર્માણ કરવાનું નક્કી કરેલ હતું. જેનો પરીવર્તન ટ્રસ્ટ દ્વારા સમગ્ર સુરત શહેરના લોકોના હિતમાં વિરોધ કરેલ હતો અને આ પ્રોજકેટને પડતો મૂકવામાં આવ્યો હતો. પરીવર્તન ટ્રસ્ટ લોક હિતમાં સુરત શહેર વતી રાજયસ્તરે રજૂઆત કરતું આવ્યું છે.
પરીવર્તન ટ્રસ્ટ દ્વારા પોર્ટ મુદ્દે વિસ્તૃત સમજ આપવામાટે યોજાયેલ પત્રકાર પરિષદ સુરત









