Thursday, November 14, 2013

Magdalla port protest નવા મગદલ્લા પોર્ટના જીએમબી પ્રોજેકટ નો પરીવર્તન ટ્રસ્ટ દ્વ્રારા વિરોધ

2006 ના સુરતના પૂર પછી ગુજરાત રાજ્ય સરકારે તાપી પૂર તપાસ પંચ નિમ્યું હતું  જે તપાસ પંચની ભલામણોમાં  તાપી નદીનું મુખ સાંકડું થયા હોવાની વાત રેકર્ડ થઈ હતી. આ તપાસ પંચના રિપોર્ટને આધારે તાપી નદીના મુખમાં પાણીના કુદરતી પ્રવાહને કોઈપણ જાતના અવરોધ ભવિષ્યમાં અટકાવવા માટે જણાવાયેલ છે. તેમ છતાં જીએમબીએ  દ્વારા કોઈ પણ જાતના અભ્યાસ વગર પોર્ટ નિર્માણ કરવાનું નક્કી કરેલ હતું.  જેનો પરીવર્તન ટ્રસ્ટ દ્વારા સમગ્ર સુરત શહેરના લોકોના હિતમાં વિરોધ કરેલ હતો અને આ પ્રોજકેટને પડતો મૂકવામાં આવ્યો હતો. પરીવર્તન ટ્રસ્ટ લોક હિતમાં સુરત શહેર વતી રાજયસ્તરે  રજૂઆત કરતું આવ્યું છે.  











પરીવર્તન ટ્રસ્ટ દ્વારા પોર્ટ મુદ્દે વિસ્તૃત સમજ આપવામાટે યોજાયેલ પત્રકાર પરિષદ સુરત 

Friday, July 19, 2013

ગ્લોબ એનવીરો કેર ની પર્યાવરણીય લોક સુનાવણીમાં રજૂઆત 19-7-2013 સચિન GIDC



સચિન જીઆઇડીસી ખાતે આવેલ ગ્લોબ એનવીરો કેર લી દ્વારા  કેમિકલના ગંદા પાણીના શુધ્ધિકરણ પ્લાન્ટના વિસ્ત્રુતિકરણ બાબતે પરીવર્તન ટ્રસ્ટ દ્વારા કડક વિરોધ અને પ્લાન્ટમાં ચાલતી ગોબચારી બાબતે કલેક્ટર સાહેબ અને જીપીસીબીને રજૂઆત