Wednesday, January 6, 2016

MSW SMC કેસ (NGT Case agaisnt SMC by Parivartan Trust & MSH Sheikh )

નેશનલ ગ્રીન ટ્રિબુનલ (વેસ્ટ ઝોન પુના) દ્વારા અપાયેલ 22-12-2015 ચુકાદો
                                                                                તા: 6-1-2016 
પ્રતિ,
તંત્રી શ્રી
.......................દૈનિક
સુરત.  

વિષય : નીચેની પ્રેસ નોટ નેશનલ ગ્રીન ટ્રિબુનલ ( વેસ્ટ ઝોન પુના) દ્વારા સુરત મહાનગર પાલિકાના કચરાના નિકાલ બાબતે અપાયેલ મધ્યવર્તી ચુકાદા અન્વયે આપના દૈનિકમાં પ્રસિધ્ધ કરવા અરજ છે.

અરજદારો : ૧-કાંઠા વિભાગ યુવા કોળી સમાજ “પરીવર્તન ટ્રસ્ટ” વતી પ્રકાશ કોન્ટ્રાકટર  ૨- એમ એસ એચ શેખ (પર્યાવરણવાદી) ૩ અરવિંદભાઈ પટેલ (ખેડૂત ખજોદ)  ૪ પરેશભાઈ પટેલ (રહીશ બુડિયા)  દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબુનલમાં સુરત મહાનગર પાલિકા સામે  કેસ નંબર ૮૧/૨૦૧૪ (ડબલ્યુઝેડ) તા ૨૨-૪-૨૦૧૪ થી પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ ની કલમ ૧૪-૧૫ હેઠળ અને અન્ય પર્યાવરણીય કાયદાના ભંગ બદલ કેસ નોંધવાયેલ હતો. જેમાં  સામાંવાળામાં  ૧- ગુજરાત સરકાર - અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર ૨-ચેરમેન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર  3- સેંટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  નવી દિલ્લી - ૪ મ્યુનિસિપલ કમિશ્નર, સુરત મહાનગર પાલિકા ૫- કલેકટર સાહેબ  સુરત  ૬-GCZMA - વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર  7- હંજર બાયોટેક મુંબઈ  (૪૦૦ ટન પ્રતિદિન કચરો પ્રોસેસ કરનાર એજન્સી)  વિગેરે હતા.

સુરતના ખજોદ ખાતે આવેલ મહાનગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ (MSW)ના નિકાલની ફેસિલિટી આવેલ છે જે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના મ્યુનિસિપલ  સોલીડ વેસ્ટ મેનેજમેંટ એન્ડ હેંડલિંગ રુલ્સ ૨૦૦૦, (MSWMH rules 2000) SO:૯૦૮/ઇ અન્વયે  વૈજ્ઞાનિક ઢબે કાયદા મુજબ સુરત શહેરમાંથી નીકળતા કચરાને નિકાલ કરવા માટે બનાવાયેલ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ૨૦૦૨માં આ  MSW  સાઇટ મોજે ખજોદ ગામે ૨૦૦ હેક્ટર વિસ્તારમાં બનાવાયેલ હતી. જ્યારથી આ સાઇટ બનાવાયેલ હતી ત્યારથી જ ખુલ્લામાં કચરો નાખી તેને સળગાવી તેનો નાશ થતો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૨૦૧૪ સુધીમાં વારંવાર સુરત મહાનગર પાલિકાને નોટિસો પાઠવી સળગતો કચરો અટકાવવા/પ્રોસેસ કરવા માટે જણાવવામાં આવતું હતું. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપાયેલ સૂચનાઓનું પાલન કરવામાં સુરત મહાનગર પાલિકા નિષ્ફળ નિવડતા પર્યાવરણવાદી એમ. એસ. એચ. શેખ દ્વ્રારા કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને તા ૭-૧૨-૨૦૧૩ના રોજ  ફરિયાદ કરાયેલ હતી અને તપાસની માંગણી કરાયેલ હતી જે અન્વયે CPCB દ્વ્રારા તપાસ ૧૬-૧-૨૦૧૪ ના રોજ કરી રિપોર્ટ સોંપાયેલ હતો જેમાં કચરો સળગાવીને નાશ કરવાની ગેર કાયદેસર અને પર્યાવરણને હાનિકારક પ્રવૃત્તિ અટકાવવા, ફેન્સીંગ કરવા, યોગ્ય કચરાની પ્રોસેસ કરવા, નવો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા,પાણીનો છંટકાવ કરવા, એમએસડબલ્યુ સાઇટમાંથી નીકળતા ગંદા પાણીને અટકાવવા માટે સુરત મહાનગર પાલિકાને સૂચન કરેલ હતું.  પરંતુ બેદરકાર SMC યોગ્ય પગલાં ભરવામાં નિષ્ફળ નિવડતા અંતે કોર્ટ રહે કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સુરત શહેરમાંથી દરરોજ ૧૬૦૦ મેટ્રિક ટન જેટલો MSW વેસ્ટ નીકળે છે જેને  મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેંટ એન્ડ હેંડલિંગ રુલ્સ ૨૦૦૦ મુજબ કચરાના વર્ગીકરણ મુજબ અલગ અલગ કરી પ્રોસેસ/રીસાઇકલ કરવાનો હોય છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આ માટે હંજર બાયોટેક કંપનીને ૪૦૦ ટન પ્રતિદિન કચરો પ્રોસેસ કરવાનો કોન્ટ્રાક્ટ PPP ધોરણે અપાયેલ હતો. આ કંપની એ ક્યારેય સાચીરીતે કે સાચી માત્રામાં કચરો પ્રોસેસ કરેલ ના હતો અને એક કચરાના નિકાલનું કૌભાંડ વર્ષોથી ચાલતું હતું. જે અમારા ધ્યાને આવતા અમોએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત વિજિલન્સ કમિશનને ફરિયાદ કરેલ હતી. ત્યાર બાદ તરત જ SMC દ્વ્રારા આ પ્લાન્ટ બિન કાર્યરત છે એમ કહી સમગ્ર કૌભાંડને દાબી દેવામાં આવેલ હતું. અમારી માંગ હતી કે આ એજન્સીને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરેલ હોય સુરત ખાતેથી પણ તેના ખોટા કામોને લીધે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે. પરંતુ અગમ્ય કારણોસર સુરત મહાનગર પાલિકા આ એજન્સીને છાવરી રહેલ છે. જેને માટે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર કોઈ કાર્યવાહી કરતાં નથી જે ગંભીર બાબત છે.  આ બાબત પણ ગ્રીન ટ્રિબુનલમાં કેસ દરમિયાન લેવાયેલ છે. 

આશરે ૪૦,૦૦,૦૦૦ ટન જેટલો કચરો લાંબા સમયથી ખજોદની આ MSW સાઇટ પર સળગાવવામાં આવતા સ્થાનિક ગ્રામ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર નુકશાન થયેલ છે અને આરોગ્ય પર વિપરીત અસર થયેલ છે. SMC દ્વારા આ કચરાને પ્રોસેસ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાયદા મુજબ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ નથી. જેને લઈને નેશનલ ગ્રીન ટ્રિબુનલમાં આ કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં મુખ્ય માંગણીઓમાં ૧-સળગતો કચરો તાત્કાલિક બંધ કરવામાં આવે ૨-MSWMH  રુલ્સ ૨૦૦૦નું પાલન કરવામાં આવે ૩-કચરાનો  વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે ૪-પર્યાવરણના તમામ કાયદાનું પાલન કરવામાં આવે ૫-સુરત મહાનગર પાલિકા દ્વારા ૨૦૦ હેક્ટર વિસ્તાર અને આજુબાજુના પ્રદુષિત વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવામાં આવે ૬- અસરગ્રસ્ત લોકોને વળતર આપવામાં આવે ૭ હંજર બાયોટેક કંપની સામે કાર્યવાહી થાય. 

આ કેસની સુનાવણી થતાં નેશનલ ગ્રીન ટ્રિબુનલ દ્વ્રારા ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ એક વચગાળાનો હુકમ કરેલ હતો જેમાં 

(૧)  સુરત મહાનગર પાલિકા દ્વારા કચરાના નિકાલ માટે કોઈજ પ્રકારનો યોગ્ય પ્રોગ્રામ કોર્ટને સોંપવામાં ન આવતા કોર્ટ દ્વ્રારા નારાજગી દર્શાવી હતી. જુલાઇ ૨૦૧૪ થી કેસમાં વારંવાર વિસ્તૃત અને ફાઇનલ રિપોર્ટ માંગવા છતાં કોઈ રિપોર્ટ રજૂ ન કરવામાં આવતા  SMCને ૨૮-૧-૨૦૧૬ ના રોજ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપેલ હતો. તા 22 ડિસેમ્બર 2015ના રોજ ફરી આ બાબતે હિયરિંગમાં સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈ યોગ્ય ફાઇનલ રિપોર્ટ કે  એફિડેવિટ રજૂ કરવામાં ન આવતા નેશનલ ગ્રીન ટ્રીબુનલ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલ છે. 

(૨) યોગ્ય અફીડેવિટ અને પ્લાન રજૂ ના કરાય તો સુરત મહાનગર પાલિકા પાસેથી ૭૫ કરોડ રૂપિયાની વસૂલી  જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા કરવાની રહેશે અને તે માટે જરૂર પડે તો સુરત મહાનગર પાલિકાની  મિલકતો ટાંચમાં પણ લેશે જેમાં સુરત મહાનગર પાલિકાના મેયરની ખુરશી પણ શામેલ હશે. 

(૩) જીપીસીબી દ્વારા હાલની કચરો બાળવા નાખવાની સ્થિતિનો સ્થળ મુલાકાત અહેવાલ પણ રજૂ કરવામાં આવે. 

(૪) SMC દ્વારા આ એક્શન પ્લાન ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ ની મુદતના ૧૦ દિવસ પહેલા  કોર્ટમાં જમા કરવામાં આવે. 

ઉપરોકત સુરતના નાગરિકોની લોકહિતની/સ્વાસ્થ્યની/પર્યાવરણની બાબતો આપ શ્રીના દૈનિકમાં પ્રસિધ્ધ કરવા નમ્ર અરજ છે.

આભાર સહ

પ્રકાશ કોન્ટ્રાકટર                                                     એમ એસ એચ શેખ
મંત્રી, કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરીવર્તન ટ્રસ્ટ                    પર્યાવરણવાદી
98795 52627                                                           98255 46017

ચુકાદાનો ગુજરાતી અનુવાદ આંશિક ........



નેશનલ ગ્રીન ટ્રીબુનલ પૂના વેસ્ટ ઝોન દ્વારા એપ્લીકેશન ૮૧/૨૦૧૪ માં તા ૨૨-૧૨-૨૦૧૫ ના રોજ અપાયેલ ચુકાદો


હમોએ પક્ષકારોના વિદ્વાન વકીલોને સાંભળ્યા વિદ્વાન ધારાશાષ્ટ્રી શ્રી ધવલ નાણાવટીએ જણાવેલ છે કેજે પ્લાન તેઓ તરફથી રજૂ થયેલ છે તે સિવાય વધારાનો પ્રોપર પ્લાન તેઓ દ્વારા સબમિટ કરવામાં આવશે તેઓએ જણાવેલ છે કે રૂ 22 કરોડની મૂડીકીય ખર્ચની  રકમ MSW પ્લાન્ટના અમલ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ફાળવવવામાં આવેલ છે વધુમાં તેઓ એ જણાવેલ છે કે MOEFને MSW પ્રોગ્રામના અમલ માટે રકમ ગ્રાન્ટ કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે અને સ્વચ્છ ભારત યોજના હેઠળ રાજય સરકારને પણ વિનંતી કરવામાં આવેલ છે, કે જે મહાનગર પાલિકાનું મજકૂર કામ પૂરું કરવામાટે  જરૂરી છે. મજકૂર પ્રોગ્રામના દરેક સ્ટેજની આજીવન જરૂરિયાત માટે તથા સમગ્ર પ્રોગ્રામના અમલ માટે સમય ની  જરૂરિયાતના અનુસંધાને  મહાનગરપાલિકા એ હોમવર્ક પૂરું કરવા યોગ્ય પગલાં લીધેલ છે કે કેમ તથા ખર્ચના લાભ સાથે મજકૂર પ્રોગ્રામના અમલ માટેની રકમ માટે જાગૃતતા દાખવેલ છે કે કેમ તેવું હમો જાણવા માંગીએ છીએ.  પ્રવર્તમાન સંજોગો ધ્યાને લેતા કોઈ પણ MSW દરખાસ્તને લાંબા ગાળાના સમય માટે અમલમાં લાવવા તેને કાળજીપૂર્વક ધ્યાને લેવું જરૂરી છે તથા સમગ્ર પ્રોગ્રામના અમલ માટે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તથા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીનું કન્સલ્ટેશન કરવું પણ જરૂરી થઈ પડે છે.  આપણે એ વાતનો ઇનકાર કરી શકીએ તેમ નથી કે સુરત ખૂબજ જાણીતું શહેર છે ભારતના માંચેશટર સમાન છે. તે સ્વાભાવિક છે કે ઓધોગિક પ્રવૃત્તિઓને લીધે મોટા પ્રમાણમાં MSW નો નિકાલ જરૂરી બને છે. વળી ઓધોગિકરણને કારણે સુરતમાં વસ્તી વધારો થયો છે અને વધી રહેલ છે.

ઉપર જણાવેલા સંજોગોમાં યોગ્ય MSW પ્રોગ્રામના અમલ માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી બને છે.  SMC ના વિદ્વાન વકીલે બાહેંધરી આપેલ છે કે તેઓ બે અઠવાડીયામાં જરૂરી પગલાં ભરશે અને ખર્ચની જરૂરિયાતની વિગત સાથે પ્રોગ્રામ રજૂ કરશે કેસની હકીકતોને ધ્યાને લેતા અરજી જુલાઇ 2014માં દાખલ કરવામાં આવેલ અને આ ટ્રીબુનલ દ્વ્રારા   સમયાંતરે ઘણા હુકમો પાસ કરવાંમાં આવેલ છે. અમે આદેશ આપીએ છીએ કે મહાનગર પાલિકાની નિર્ણાયક પ્રોગ્રામ રજૂ કરવાની તથા જરૂરિયાતના નાણાની ડિટેલ રજૂ કરવાની નિષ્ફળતા જણાય આવતી હોય તેવી હકીકતોના અનુસંધાને આ ટ્રીબુનલને મહાનગર પાલિકા વિરુધ્ધ સખત પગલાં ભરવા જણાય આવેલ હોય, નિષ્ફળ રહયે  કલેક્ટર શ્રી સુરતને SMC પાસેથી બે અઠવાડિયામાં રૂપિયા ૭૫ કરોડની રકમ રિકવર કરવા વધારાનો આદેશ આપવામાં આવે છે. નક્કી થયેલ તારીખ સુધીમાં નાણાં ભરવામાં કસૂર થયેથી સંપૂર્ણ માલ મિલકતો સાથે SMC ના મેયરની ખુરશી સહિતની અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવાની રહેશે.
 (ચુકાદાની વધૂ વિગતો બાકી)

પ્રકાશ કોન્ટ્રાકટર                                                     એમ એસ એચ શેખ
મંત્રી, કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરીવર્તન ટ્રસ્ટ                    પર્યાવરણવાદી
98795 52627                                                           98255 46017 









Green tribunal raps SMC for 'hazardous' waste disposal
TNN | Jan 7, 2016, 12.23 PM IST

Surat: The National Green Tribunal (NGT) has directed the Surat Municipal Corporation (SMC) to submit a comprehensive plan for scientific disposal of 1,600 metric tonnes solid waste at Khajod site and warned of stringent action if the civic body does not comply with the plan.

SMC has been asked to present the plan 10 days before the next hearing scheduled on January 28.

Failure to comply with this comprehensive programme for daily disposal will result in stringent steps including directions to the collector to recover Rs 75 crore from SMC within two weeks. In case of default, the entire property, including chair of the SMC mayor will be confiscated "stock and barrel", the NGT ruled.

NGT's order came on a complaint lodged by Kantha Vibhag Yuva Koli Samaj Parivartan Trust which accused SMC of burning the waste at Khajod waste disposal plant without adhering to environmental laws, thus creating health hazards for people living in nearby villages. Residents of nearly 13 villages around Khajod have been complaining of severe burning sensation in the eyes, nausea and other health issues due to the constant burning of solid waste here.

The order was passed by Justice VR Kingaonkar, judicial member and Dr Ajay A Deshpande, expert member, NGT, Western zone bench, Pune.

NGT has also asked the Gujarat Pollution Control Board (GPCB) officers to regularly visit the site and verify whether garbage is being burnt. The ward officers of SMC have also been instructed not to allow burning of garbage while GPCB will have to file status report by January 28.


MSH Shekih, a member of Parivartan trust, "SMC was not paying heed to our repeated pleas not to burn municipal waste at Khajod. That is why we approached NGT."

SMC collects nearly 1,600 MT of solid waste daily and dumps it at the Khajod plant.


SMC's deputy commissioner of health, Dr Hemant Desai, said, "We will comply with the order and submit the detailed action plan before January 18."



નેશનલ ગ્રીન ટ્રિબુનલ ( વેસ્ટ ઝોન પુના) દ્વારા અપાયેલ ચુકાદા અન્વયે પ્રેસ નોટ
                                                                                તા: ૩૦-૪-૨૦૧૫
પ્રતિ,
તંત્રી શ્રી
.......................દૈનિક
સુરત.  

વિષય : નીચેની પ્રેસ નોટ નેશનલ ગ્રીન ટ્રિબુનલ ( વેસ્ટ ઝોન પુના) દ્વારા સુરત મહાનગર પાલિકાના કચરાના નિકાલ બાબતે અપાયેલ મધ્યવર્તી ચુકાદા અન્વયે આપના દૈનિકમાં પ્રસિધ્ધ કરવા અરજ છે.

અરજદારો : ૧-કાંઠા વિભાગ યુવા કોળી સમાજ “પરીવર્તન ટ્રસ્ટ” વતી પ્રકાશ કોન્ટ્રાકટર  ૨- એમ એસ એચ શેખ (પર્યાવરણવાદી) ૩ અરવિંદભાઈ પટેલ (ખેડૂત,  ખજોદ)  ૪ પરેશભાઈ પટેલ (રહીશ બુડિયા)  દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબુનલમાં સુરત મહાનગર પાલિકા સામે  કેસ નંબર ૮૧/૨૦૧૪ (ડબલ્યુઝેડ) તા ૨૨-૪-૨૦૧૪ થી પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ ની કલમ ૧૪-૧૫ હેઠળ અને અન્ય પર્યાવરણીય કાયદાના ભંગ બદલ કેસ નોંધવાયેલ હતો. જેમાં  સામાંવાળામાં  ૧- ગુજરાત સરકાર - અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર ૨-ચેરમેન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર  3- સેંટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  નવી દિલ્લી - ૪ મ્યુનિસિપલ કમિશ્નર, સુરત મહાનગર પાલિકા ૫- કલેકટર સાહેબ  સુરત  ૬-GCZMA - વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર  7- હંજર બાયોટેક મુંબઈ  (૪૦૦ ટન પ્રતિદિન કચરો પ્રોસેસ કરનાર એજન્સી)  વિગેરે હતા.

સુરતના ખજોદ ખાતે આવેલ મહાનગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ (MSW)ના નિકાલની ફેસિલિટી આવેલ છે જે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના મ્યુનિસિપલ  સોલીડ વેસ્ટ મેનેજમેંટ એન્ડ હેંડલિંગ રુલ્સ ૨૦૦૦, (MSWMH rules 2000) SO:૯૦૮/ઇ અન્વયે  વૈજ્ઞાનિક ઢબે કાયદા મુજબ સુરત શહેરમાંથી નીકળતા કચરાને નિકાલ કરવા માટે બનાવાયેલ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ૨૦૦૨માં આ  MSW  સાઇટ મોજે ખજોદ ગામે ૨૦૦ હેક્ટર વિસ્તારમાં બનાવાયેલ હતી. જ્યારથી આ સાઇટ બનાવાયેલ હતી ત્યારથી જ ખુલ્લામાં કચરો નાખી તેને સળગાવી તેનો નાશ થતો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૨૦૧૪ સુધીમાં વારંવાર સુરત મહાનગર પાલિકાને નોટિસો પાઠવી સળગતો કચરો અટકાવવા/પ્રોસેસ કરવા માટે જણાવવામાં આવતું હતું. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપાયેલ સૂચનાઓનું પાલન કરવામાં સુરત મહાનગર પાલિકા નિષ્ફળ નિવડતા પર્યાવરણવાદી એમ. એસ. એચ. શેખ દ્વ્રારા કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને તા ૭-૧૨-૨૦૧૩ના રોજ  ફરિયાદ કરાયેલ હતી અને તપાસની માંગણી કરાયેલ હતી જે અન્વયે CPCB દ્વ્રારા તપાસ ૧૬-૧-૨૦૧૪ ના રોજ કરી રિપોર્ટ સોંપાયેલ હતો જેમાં કચરો સળગાવીને નાશ કરવાની ગેર કાયદેસર અને પર્યાવરણને હાનિકારક પ્રવૃત્તિ અટકાવવા, ફેન્સીંગ કરવા, યોગ્ય કચરાની પ્રોસેસ કરવા, નવો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા,પાણીનો છંટકાવ કરવા, એમએસડબલ્યુ સાઇટમાંથી નીકળતા ગંદા પાણીને અટકાવવા માટે સુરત મહાનગર પાલિકાને સૂચન કરેલ હતું.  પરંતુ બેદરકાર SMC યોગ્ય પગલાં ભરવામાં નિષ્ફળ નિવડતા અંતે કોર્ટ રહે કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સુરત શહેરમાંથી દરરોજ ૧૬૦૦ મેટ્રિક ટન જેટલો MSW વેસ્ટ નીકળે છે જેને  મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેંટ એન્ડ હેંડલિંગ રુલ્સ ૨૦૦૦ મુજબ કચરાના વર્ગીકરણ મુજબ અલગ અલગ કરી પ્રોસેસ/રીસાઇકલ કરવાનો હોય છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આ માટે હંજર બાયોટેક કંપનીને ૪૦૦ ટન પ્રતિદિન કચરો પ્રોસેસ કરવાનો કોન્ટ્રાક્ટ PPP ધોરણે અપાયેલ હતો. આ કંપની એ ક્યારેય સાચીરીતે કે સાચી માત્રામાં કચરો પ્રોસેસ કરેલ ના હતો અને એક કચરાના નિકાલનું કૌભાંડ વર્ષોથી ચાલતું હતું. જે અમારા ધ્યાને આવતા અમોએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત વિજિલન્સ કમિશનને ફરિયાદ કરેલ હતી. ત્યાર બાદ તરત જ SMC દ્વ્રારા આ પ્લાન્ટ બિન કાર્યરત છે એમ કહી સમગ્ર કૌભાંડને દાબી દેવામાં આવેલ હતું. અમારી માંગ હતી કે આ એજન્સીને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરેલ હોય સુરત ખાતેથી પણ તેના ખોટા કામોને લીધે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે. પરંતુ અગમ્ય કારણોસર સુરત મહાનગર પાલિકા આ એજન્સીને છાવરી રહેલ છે. જેને માટે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર કોઈ કાર્યવાહી કરતાં નથી જે ગંભીર બાબત છે.  આ બાબત પણ ગ્રીન ટ્રિબુનલમાં કેસ દરમિયાન લેવાયેલ છે. 

આશરે ૪૦,૦૦,૦૦૦ ટન જેટલો કચરો લાંબા સમયથી ખજોદની આ MSW સાઇટ પર સળગાવવામાં આવતા સ્થાનિક ગ્રામ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર નુકશાન થયેલ છે અને આરોગ્ય પર વિપરીત અસર થયેલ છે. SMC દ્વારા આ કચરાને પ્રોસેસ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાયદા મુજબ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ નથી. જેને લઈને નેશનલ ગ્રીન ટ્રિબુનલમાં આ કેસ દાખલ કરવામાં આવેલ હતો.  જેમાં મુખ્ય માંગણીઑ માં ૧- સળગતો કચરો તાત્કાલિક બંધ કરવામાં આવે ૨- MSWMH  રુલ્સ ૨૦૦૦ નું પાલન કરવામાં આવે ૩- કચરાનો  વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે ૪- પર્યાવરણના તમામ કાયદાનું પાલન કરવામાં આવે ૫- સુરત મહાનગર પાલિકા દ્વારા ૨૦૦ હેક્ટર વિસ્તાર અને આજુબાજુના પ્રદુષિત વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવામાં આવે ૬- અસરગ્રસ્ત લોકોને વળતર આપવામાં આવે ૭ હંજર બાયોટેક કંપની સામે કાર્યવાહી થાય. 

આ કેસની સુનાવણી થતાં નેશનલ ગ્રીન ટ્રિબુનલ દ્વ્રારા ૨૦ માર્ચ ૨૦૧૫ ના રોજ એક વચગાળાનો હુકમ કરેલ હતો જેમાં (૧) વારંવાર પર્યાવરણના કાયદાઑના ખુલ્લા ઉલ્લંઘન છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સુરત મહાનગર પાલિકાને કેમ મંજૂરીઓ ચાલુ રાખવામા આવે છે? (૨) સુરત મહાનગર પાલિકા સામે કાયદેસરની પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?  તેનો જવાબ એફિડેવિટ સ્વરૂપે  જીપીસીબી ચેરમેન દ્વ્રારા રજૂ કરવામાં આવે.  સુરત મહાનગર પાલિકાને  તાત્કાલિક અસરથી કચરો સળગાવવાની ગેર કાયદેસર અને હાનિકારક પ્રવૃત્તિ અટકાવી તેની માહિતી કોર્ટને આપે  જે માટે પોલીસ વિભાગની મદદ પણ લેવામાં આવે. તેવો મધ્યવર્તી હુકમ કરાયેલ હતો .......

આ હુકમના અનુસંધાને કોર્ટમાં ચેરમેન જીપીસીબી દ્વ્રારા કોઈજ એફિડવિટ રજૂ કરાયેલ ન હતી પરંતુ આગ લાગેલ છે અને હજી ચાલુજ છે એવી રજૂઆત કરાયેલ હતી જે માટે SMC જવાબદાર હોવાનું કહેલ હતું. તેવીજ રીતે SMC દ્વ્રારા આગ ઓલવવા માટે ના પ્રયત્નો રજૂ કરાયેલ હતા પરંતુ આગ ઓલવાયેલ નથી એમ કોર્ટને જણાવેલ.  આમ SMCની નિષ્ફળતા સાબિત થયેલ છે.  

ઉપરોક્ત કેસમાં સરકાર કે એસએમસી તરફથી કોઈ સંતોષકારક જવાબ ન આવતા તા ૨૭-૪-૨૦૧૫ ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબુનલ દ્વારા ફરિયાદીને આ ખાસ સુરત શહેરના કિસ્સામાં કાયદેસર કાર્યવાહી ઉપરાંત કચરાના નિકાલ માટેની વ્યવહારુ અને અમલ કરી શકાય એવી  સિસ્ટમ નાણાકીય અહેવાલ  સાથે સૂચવવા જણાવાયેલ છે.  આ માટે આવું કાર્ય થયેલ હોય તો તે, અને આવું કાર્ય કરતી એજન્સીઑના નામ પણ કોર્ટને સૂચવવા જણાવેલ છે. આ માટે સુરત મહાનગર પાલિકા અલગથી બજેટની જોગવાઈ પણ કરી શકશે. (આદેશની નકલ શામેલ છે)

ઉપરોક્ત બાબતે અમારી નીચે મુજબની રજૂઆત આપ શ્રીના દૈનિકમાં સુરત શહેરના વિકાસ અને કચરાના ભવિષ્યના નિકાલને ધ્યાને લેવા અરજ છે.

  • 1.    સુરત શહેરના નાગરિકો પાસેથી વેરા બિલમાં સોલીડ વેસ્ટ ડિસ્પોસલના નામે કરોડો રૂપિયા લઈ લેનાર સુરત મહાનગર પાલિકા કચરાને વૈજ્ઞાનિક ઢબે ટ્રીટમેન્ટ કર્યા સિવાય સળગાવી દે છે અને શહેરના નાગરિકોના સ્વાસ્થ્યને જોખમ ઊભું કરે છે.

  • 2.   સોલીડ વેસ્ટના નામે ઉઘરાવેલ વેરાના પૈસા કઈ રીતે અને ક્યાં વપરાય છે તે ખુબજ સંવેદનશીલ તપાસ કરવા જેવી બાબત છે . શહેરીજનો પાસેથી ટેક્સ રૂપે સીધા લેવાયેલ પૈસાનો દૂરઉપયોગ પ્રજા કઈ રીતે સહેન કરે?

  1. 3.   રાજકોટમાં બ્લેક લિસ્ટેડ કંપની હંજર બાયોટેક કંપનીને સુરત મહાનગર પાલિકા કેમ બચાવવા માંગે છે? 

  • 4.   મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેંટ અને હેંડલિંગ રુલ્સ ૨૦૦૦ નું આજ દિન સુધી ખૂલે આમ ઉલ્લંઘન કરવા બદલ પરીવર્તન ટ્રસ્ટ સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ હેઠળ કોર્ટમાં કેમ ઘસડી ના જાય? ૫ વર્ષની જેલ જેવા ગંભીર ગુનહામાં કેમ તેમની સામે ફોજદારી કાર્યવાહી જનહિતમાં શરૂ ના કરે? નેશનલ ગ્રીન ટ્રીબુનલ કોર્ટમાં કોર્ટના આદેશની અવમાનનાનો કેસ કેમ દાખલ ન કરે ? SMC પાસેથી રૂપિયા ૧ કરોડની બેન્ક ગેરંટીની માંગણી કોર્ટ રહે કેમ ન કરે? 


5.   સુરત શહેરના નાગરિકોને પરીવર્તન ટ્રસ્ટને આ બાબતે સાથ આપવાની અપીલ કરે છે. જેમાં તેમના મહેનતના ટેક્ષના નાણાંનો SMC દુરુપયોગ કરે છે અને પ્રજાને લાખો ટન કચરો સળગાવી સમગ્ર વિસ્તારની જનતાને ધુમાડામાં રાખી પ્રદૂષણ ફેલાવી તેમના આરોગ્યનો ભોગ લેવાય છે.
  
ઉપરોકત સુરતના નાગરિકોની લોકહિતની/સ્વાસ્થ્યની/પર્યાવરણની બાબતો આપ શ્રીના દૈનિકમાં પ્રસિધ્ધ કરવા નમ્ર અરજ છે.
આભાર સહ

પ્રકાશ કોન્ટ્રાકટર                                                     એમ એસ એચ શેખ
મંત્રી, કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરીવર્તન ટ્રસ્ટ                    પર્યાવરણવાદી
98795 52627                                                        98255 46017



મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેંટ અને હેંડલિંગ રુલ્સ ૨૦૦૦ નું આજ દિન {2015} સુધી ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા બદલ સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ હેઠળ કોર્ટમાં કાર્યવાહી કરવાની માંગ પરીવર્તન ટ્રસ્ટ દ્વારા મુકાયેલ હતી. અને જો જીપીસીબી કેસ નહીં કરે તો પરીવર્તન ટ્રસ્ટ સ્થાનિક જિલ્લા અદાલતમાં કેસ કરશે એવી રજૂઆત કરેલ હતી.   જે અન્વયે જીપીસીબી દ્વારા ૧૪-૫-૨૦૧૫ના રોજ ૫ વર્ષની જેલ જેવા ગંભીર ગુના માટે કમિશ્નર મહાનગર પાલિકા, એસએમસી સોલીડ વેસ્ટ ડિસ્પોસલના અધિકારીઓ અને હંજર બાયોટેકના માલિક કર્મચારીઓ સામે દાખલ કરેલ છે.

સોલીડ વેસ્ટ ના નામે જેએનએનયુઆરએમ સ્કીમમાં 58 કરોડ જેવી માતબર રકમ વાપરી નાખ્યા બાદ પણ જો કચરો સળગતો હોય તો તે લોકોના વેરાના નાણાં નો દૂર ઉપયોગ છે. વર્લ્ડ ક્લાસ સુવિધાઑ શરૂ કરવાને બદલે ફક્ત મૂળભૂત પર્યાવરણના કાયદાઓનું પાલન થાય એજ મહત્વનું છે.  લોકો એ કાયદાનું પાલન કરાવવા લડત લડવી પડે અને  કોર્ટ જવું પડે એ ખૂબ દુખ ની વાત છે.
આવેલ ચુકાદો લોકહિતની લડતમાં પરીવર્તન ટ્રસ્ટની ભવ્ય જીત સમાન છે. લોકોના આરોગ્ય અને લોકહિતમાં કામ કરવાની તેની નિષ્ઠા આ કેસમાં સ્પષ્ટ દેખાય છે..............આભાર એમ.એસ.એચ. શેખ (પર્યાવરણવાદી)
 

GPCB files complaint against SMC, MSW plant operator
TNN | May 17, 2015, 10.30AM IST


SURAT : Following directions of the National Green Tribunal (NGT), the Gujarat Pollution Control Board (GPCB) has lodged a complaint with the chief judicial magistrate here against Surat Municipal Corporation (SMC) authorities including the municipal commissioner and operators of the municipal solid waste (MSW) plant at Khajod, Hanjar Biotech Energies Private Ltd. They have been accused of causing health hazard to the public by openly dumping solid waste and burning it.



J K Patel, the regional director of GPCB in Surat, lodged a complaint on Friday against the accused for not following its directions and violating section 5 of the Environment Protect Act and the Municipal Solid Waste Rule, 2000.



In its order dated April 27, the NGT had directed GPCB to take action against SMC officials and MSW operators for violating the environment and MSW rules. The Green Tribunal was hearing a case filed by environmentalist M H S Shaikh, secretary of Parivartan Trust, Prakash Contractor and two farmers-Arvind Patel and Paresh Patel from Khajod and Budiya villages.

The complainants had alleged that there were significant deficiencies in the MSW treatment plant and heaps of solid waste was dumped on the open land. These heaps of waste were in mouldering condition and smoke was continuously coming out of the garbage and spreading over the surrounding area, creating suffocating conditions in and around the areas.



The NGT had also issued directions for monitoring the MSW dumping site, burning of garbage, keeping vigilance and carrying out due inspection to control activities of the plant operators by the GPCB.



The MSW facility of SMC is operated by the Mumbai-based Hanjar Biotech Energies Private Ltd and is spread over 200 hectare land at Khajod.



Reacting to the complaint, Shaikh said, "It is better late than never. We are happy that the pleas of the victims in Khajod and Budiya villages will now be heard by the judiciary."


Take action against Hanjar Biotech: NGT
TNN | May 1, 2015, 03.00PM IST


SURAT: The National Green Tribunal (NGT) has directed the Gujarat Pollution Control Board (GPCB) and the Surat Municipal Corporation (SMC) to take action against Mumbai-based Hanjar Biotech, operators of the Municipal Solid Waste (MSW) plant at Khajod for causing nuisance and health hazard to the public.


The tribunal also directed the two bodies to take preventive measures while burning garbage at the site under the MSW Rules, 2000 and Indian Penal Code.



The directives were issued by the NGT while hearing a case filed by environmentalist MHS Shaikh and secretary of Parivartan Trust, Prakash Contractor, along with two farmers -- Arvind Patel and Paresh Patel -- from Khajod and Budiya villages, respectively. The complaint was filed in December 2013.



NGT issued directions for monitoring of MSW dumping site, burning of garbage, vigilance and due inspection to control activities of the plant operators. The MSW facility of the SMC is spreadover 200 hectares land at Khajod.



The Green Tribunal in its order of April 27 also observed that MSW plant was being mismanaged.



The Surat city generates 1,600 metric tonnes of solid waste per day and that it has to be segregated as per the Municipal Solid Waste Management and Handling Rules, 2000, for processing and recycling. For this the SMC had hired Hanjar Biotech for processing 400 metric tonnes of solid waste per day on the public-private-partnership (PPP) basis at the Khajod disposal site.



The directions further stated that the chairperson of GPCB shall ensure proper system is installed and take care of MSW generated in excess of 400 tonnes.



"Environmental norms for construction and air pollution are blatantly violated at Khajod disposal site. The villagers had started campaign two years ago. We are happy that a long drawn battle has finally been won by the green activists in the city," said MHS Shaikh.















ખજોદ મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ ડિસ્પોસલ સાઇટ પર બાયો મેડિકલ વેસ્ટ નો ખૂલેઆમ ગેર કાયદેસર નિકાલ 



BMW in SMC - MSW surat
Bio medical waste disposed in open at MSW.


ખજોદ મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ ડિસ્પોસલ સાઇટ પર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના સ્લજ નો ખૂલેઆમ 
ગેર કાયદેસર નિકાલ  






હંજર બાયોટેકનો PPP ધોરણે નખાયેલ પ્લાન્ટ .... પરીવર્તન ટ્રસ્ટ ની ફરિયાદ પછી આ આખી વાત બહાર આવી અને આ પ્લાન્ટ ચાલતોજ નથી એવું રેકર્ડ પર આવ્યું....











Hanjer biotech junk plant at Surat KHAJOD municipal waste site for processing of MSW.

 નવાઈ ની વાત !!! આવા ભંગાર હંજરના પ્લાન્ટમાં એસએમસીની ટ્રક કચરો ઠાલવે છે જ્યાં કોઈ પણ પ્રકાર ની પ્રોસેસિંગ વ્યવસ્થાજ નથી.  2014 માં ફરિયાદ પછી પરિસ્થિતી સામે આવી. રોજ ના 400 ટન પ્રોસેસિંગ સામે ફક્ત 50 ટન કચરો પ્રોસેસ થાય છે એમ હંજર દ્વારા કહેવામા આવ્યું. 




ખજોદ માં સુરત મહાનગર પાલિકા પર કચરાને  પ્રોસેસ  ન કરવા બદલ અને  કાયદા વિરુધ્ધ બાળવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પૂનામાં કેસ દાખલ કરેલ. આ કેસ દરમિયાન કોઈ પણ પગલાં ભરવામાં SMC નિષ્ફળ રહેલ હતી.  સાબિતી નિચેની તસ્વીરો ......





કચરાને પ્રોસેસ કર્યા પછી વધેલા કચરાના નિકાલ માટે બનાવાયેલ સોલીડ વેસ્ટ ડિસ્પોસલ સેલનો ઉપયોગ પણ ફરિયાદ કર્યા બાદ 2014 માં કરવામાં આવ્યો. ત્યાં સુધી લગભગ 50 લાખ ટન જેટલો કચરો ખુલ્લામાં નાખી અને બાળી પર્યાવરણ તેમજ આજુબાજુના લોકોના આરોગ્ય સાથે SMC એ ચેડાં કર્યા હતા.  
municipal solid waste disposal sell


MSW CELL and buffalo in 2014
 રખડતી ભેંસ કચરો નાખવાના સેલમાં 

MSW CELL burning SMC Surat
આગ અને તેમાંથી નીકળતા ધુમાડા તેમજ સોલીડ વેસ્ટ સાઇટનો નક્શો